અરબાઝ ખાને 24 ડિસેમ્બરે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા હતા.

અરબાઝ ખાન ની બહેન અર્પિતા ખાન ના ઘરે અભિનેતા ના લગ્ન થયા હતા  

હવે અરબાઝ ખાને તેના નિકાહ ની અંદર ની તસવીરો શેર કરી છે. જેમાં એક કાઝી તેમના નિકાહ કરાવતા જોવા મળે છે. 

નિકાહ વખતે સલમાન ખાન, અલવીરા, સલીમ ખાન અને સલમા ખાન પણ કપલ સાથે જોવા મળી રહ્યા છે.  

અરબાઝ ખાન ને શૂરા ખાન ના લગ્ન માં અભિનેતા નો દીકરો અરહાન ખાન પણ જોવા મળ્યો હતો  

અરબાઝે તસવીર સાથે કેપ્શનમાં લખ્યું, 'તું, હું અને આપણે.' આગળ તેણે હાર્ટ ઇમોજી બનાવ્યું. 

શૂરાએ ગુલાબી અને પીચ રંગના લહેંગા સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. અને માથા પર મેચિંગ દુપટ્ટો કેરી કર્યો હતો. 

અરબાઝે તેના લગ્ન માં ફ્લોરલ પ્રિન્ટેડ બંધગલા શેરવાની અને બેજ કલરનું પેન્ટ પહેર્યું હતું.