અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે.જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. આ છોડ નું હિન્દી નામ ‘અરદુસી’ જ્યારે કે અંગ્રેજી નામ ‘adhatoda vasica’ છે.
અરડૂસી વિષે
અરડૂસીના છોડ ઘર આંગણે વાવેલા જોવા મળે છે તેની ડાળી જમીનમાં લગાવવાથી તેનો છોડ તૈયાર થઈ જાય છે. તેનાં પાન જામફળ જેવાં પણ અણીદાર લાંબા હોય છે. તેનાં પર ધોળાં ફૂલ બેસે છે. જે સિંહના મોઢા જેવા હોવાથી તેને સિંહાસ્ય પણ કહે છે.
અરડૂસીનો ઉપયોગ
અરડૂસીના પાંદડા શ્વાસ કાસની ઘણીજ જાણીતી દવા છે. ખાંસી ક્ષયની તે ઉત્તમ દવા છે.
અરડૂસીનો ઉપયોગ
દુનિયામાં જયાં સુધી અરડુસી છે ત્યાં સુધી ક્ષય રક્તપિત્તવાળાએ ગભરાવવાની જરૂર નથી. વૈદકમાં તેના ઘણાં યોગો બનાવીને વાપરવામાં આવે છે. તે અતિ કડવી હોય છે. પરંતુ પેટમાં દવારૂપે લીધા બાદ અમૃતનું કામ કરે છે.