ડેન્ગ્યુને ડામવા આયુર્વેદિક ઉપચારો..
લીમડાના પાંદડા એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મોથી ભરપૂર હોય છે.
આયુર્વેદ અનુસાર, લીમડાનો અર્ક ડેન્ગ્યુના વાઇરસના ચાર પ્રકારોમાંથી એકને અટકાવે છ
ે.
કેટલાક અભ્યાસો દર્શાવે છે કે પપૈયાના પાનનો ઉપયોગ મેલેરિયાના નિવારણ માટે કરવામાં આવે છે પરંતુ તે ડેન્ગ્યુની સારવારમાં મદદરૂપ થાય છે.
જો કે, સગર્ભા સ્ત્રી અથવા દવા હેઠળની કોઈ વ્યક્તિ માટે તેની ભલામણ કરવામાં આવતી નથી.
ચંદન અને ગુલાબજળનો ઉપયોગ કરીને ઠંડી પેસ્ટ લગાવવાથી ત્વચા પર થતી ફોલ્લીઓથી છુટકારો અપાવે છે.
જો કે તે એક કામચલાઉ ઉપાય છે, અને ડોક્ટરને સલાહ લીધા વિના તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
ગિલોય ડેન્ગ્યુ તાવની ગંભીર આડઅસરોને ઘટાડવામાં પણ મદદરૂપ છે.
ગિલોયને થોડા પ્રમાણમાં સેવન કરવાથી (તેને એક ગ્લાસ પાણીમાં ભેળવી દેવાથી) ડેન્ગ્યુના દર્દીને લક્ષણોને દૂર કરવામાં મદદ મળી શકે છે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.