અભિનેતા આયુષ્માન ખુરાના આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

આયુષ્માન ખુરાનાનો જન્મ 14 સપ્ટેમ્બર 1984ના રોજ ચંદીગઢમાં થયો હતો.

આયુષ્માને પંજાબમાંથી અભ્યાસ કર્યો છે અને પાંચ વર્ષ થિયેટર પણ કર્યું છે.  

પત્રકારત્વમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી, આયુષ્માને રેડિયો જોકી તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

આયુષ્માનને હંમેશા સિંગિંગ પસંદ હતું. આયુષ્માને ડેબ્યૂ ફિલ્મ વિકી ડોનરમાં એક ગીત પણ ગાયું હતું, જે સુપરહિટ બન્યું હતું.

બહુ ઓછા લોકો જાણે છે કે આયુષ્માને ખરેખર સ્પર્મ ડોનેટ કર્યું હતું.વર્ષ 2004માં આયુષ્માને રોડીઝ માટે ઓડિશન આપ્યું હતું, જ્યાં તેને ઓડિશનમાં સ્પર્મ ડોનેટ કરવાનું કામ આપવામાં આવ્યું હતું.

આયુષ્માન ખુરાનાના પિતા પી ખુરાના જ્યોતિષ હતા. આયુષ્માન ખુરાનાનું સાચું નામ નિશાંત ખુરાના છે, જોકે તેનું નામ તેના માતા-પિતાએ 3 વર્ષની ઉંમરે બદલી નાખ્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર, આયુષ્માનના ઘરમાં એક સજા રૂમ હતો, જેમાં જો તેણે કોઈ ભૂલ કરી હોય તો તેને માર પડતો હતો