અનિદ્રા માટે બેસ્ટ ઘરેલૂ ઉપાય ( ભાગ ૨ )
વરિયાળી, દૂધ અને સાકરનું ઠંડું શરબત
પીવાથી ઊંઘ સારી આવે છે.
જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી
સૂતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
૨ થી ૩ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા
સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી
ઊંઘ સરસ આવે છે.
ખૂબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી
રાતની ઊંઘ ઊડી જાય ત્યારે ગંઠોડાનું ચૂર્ણ
બે ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
દૂધમાં ખાંડ અને ગંઠોડાનું ચૂર્ણ નાખી
ઉકાળી પીવાથી ઊંઘ આવે છે.
રાતના સૂતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલદી આવી જાય છે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
અનિદ્રા માટે બેસ્ટ ઘરેલૂ ઉપાય ( ભાગ ૧ )
Arrow
Read More