ભાગ્યશ્રીએ સૂરજ બડજાત્યાની ફિલ્મ 'મૈને પ્યાર કિયા'થી ડેબ્યુ કર્યું હતુ.આ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન લીડ રોલમાં હતો 

'મૈંને પ્યાર કિયા'થી સલમાન અને ભાગ્યશ્રીની જોડીએ ચાહકોનું દિલ જીતી લીધું હતું.

તાજેતરમાં, ભાગ્યશ્રી એ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેની પ્રથમ પ્રેગનેન્સી અને પ્રથમ ફિલ્મ ને લઈને મોટો ખુલાસો કર્યો છે.

ભાગ્યશ્રી એ જણાવ્યું કે 'જ્યારે પ્રખ્યાત ફોટોગ્રાફર ગૌતમ રાજદક્ષ્યએ મારી અને સલમાન સાથે મૈંને પ્યાર કિયા માટે ફોટોશૂટ કર્યું ત્યારે હું 5 મહિનાની ગર્ભવતી હતી. પણ આ વાત કોઈને ખબર નહોતી.’ 

ભાગ્યશ્રી એ વધુમાં કહ્યું, ‘તે સમયે સલમાને મને કહ્યું હતું કે હું લગ્ન પછી જાડી થઈ ગઈ છું.'

ભાગ્યશ્રી એ એ પણ ખુલાસો કર્યો કે તેને લગ્ન અને બાળકો થયા પછી અભિનય છોડીને તેના પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. 

પુત્રી અવંતિકાના જન્મ પછી, ભાગ્યશ્રી એ તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કરીને તેની કારકિર્દીને આગળ વધારી 

તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રી એ હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા છે કપલ બે બાળકોના માતા પિતા છે.