આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

દરેક ઋતુમાં થતુ આ એક વર્ષાયુ છોડ, વગડામાં, નદીના તટમાં બધે જ જોવા મળે છે.  પાણી મળે તો બહુ વર્ષાયુ છે.  માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભાંગરો ચીન, થાઈલેન્ડ અને બ્રાઝીલમાં પણ મોટાપાયે ઉગે છે. આ એક એવી વનસ્પતિ છે, જે મોટાભાગે જમીન પર અને જળાશયોની આસપાસ જોવા મળે છે.

તાજા પાનનો ઉકાળો લીવરની વ્યાધિમાં, વાયુ પ્રકોપમાં અને સીસમ તેલ સાથે પાનનો રસ ભેળવી ગાંઠ અને અન્ય ચામડી દર્દીનું દુ:ખ હણવામાં વપરાય છે.

ભાંગરાનાં માત્ર પાન જ નહીં, બીજ, ફૂલ અને મૂળ પણ ઔષધિય રીતે ખૂબજ ઉપયોગી ગણાય છે.

આ ઉપરાંત ભાંગરો વાળ માટેની ઔષધિ તરીકે વિખ્યાત છે અને વાળ માટે પોષક અને વૃદ્ધિ કરનાર ગણાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન