આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

ઘણું મોટું ઝાડ થાય છે પણ ખૂબ જ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. તેના પર કાજુ જેવા ફળ આવે છે. જે ભિલામાં (બીજ) પાણીમાં ડૂબી જાય તે શ્રેષ્ઠ મનાય છે. તે દવામાં વપરાય છે. ભિલામાનું તેલ ઘણું જ દાહક છે. તે શરીરના કોઈ પણ ભાગ પર લગાવવાથી ફોલ્લા પડી ખંજવાળ થાય છે.

 ભિલામાનો ઉપયોગ વૈદ્યકમાં તેને શુદ્ધ કરી વાયુના રોગો મટાડવા થાય છે. 

ધોબી તેને કપડાં પર નિશાન કરવા માટે વાપરે છે. તેના ડાઘ કપડા પરથી જતો નથી.

ભૂખ ન લાગતી હોય, ઝાડો સાફ ન થતો હોય, પેટ ફૂલેલું રહેતું હોય તેણે રોજ સવારે ભિલામાના તેલનું સેવન કરવું. 

તે પધ્ધતિસર ખાવાથી બુધ્ધિ વધારે છે. આડેધડ વપરાશ ભારે નુકસાન કરે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન