ભોંયરીગણીનો છોડ વેલારૂપે જમીન પર ખૂબ પ્રસરે છે. તેનાં પાન પર કાંટા હોય છે. તેના પર સોપારી જેવડા ફળ આવે છે. તેમાં બી હોય છે. તેનાં જાંબલી ફુલ હોય છે, કોઈને ધોળા ફુલ જોવા મળે છે. તેને લક્ષ્મણા કહે છે. ઘણી જ કિંમતી ઉપયોગી વનસ્પતિ છે.
ભોંયરીગણી ઉપયોગ
ભોંયરીગણી ના લીલા કે સૂકા પાનને વાટી તેનો ઉકારો બનાવી પીવાથી કફ,ઉધરસ,લોહીમાં કફ નો વધારો વગેરે મટી જાય છે.
ભોંયરીગણી ઉપયોગ
દમ વાળી વ્યક્તિઓએ મગને પાનના ઉકાળા માં બાફીને ખથી દમ નો રોગ મટે છે.
ભોંયરીગણી ઉપયોગ
તેના રસ ને ખસ-ખરજવા પર લગાવાથી જૂનામાં જૂની ખરજવું મટે છે. દશ મૂળમાં વપરાતી ૧૦ વનસ્પતિઓમાંથી આ એક છે. દશમૂળ વાયુના રોગો તથા શક્તિ મેળવવા કામમાં આવે છે.