અભિષેક બચ્ચન નો જન્મ 5 ફેબ્રુઆરી 1976 માં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ના ઘરે થયો હતો. 

અભિષેક બચ્ચને વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય સાથે વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા 

અભિષેક બચ્ચન ને ઐશ્વર્યા રાય ની લવસ્ટોરી વર્ષ 2000 માં શરૂ થઇ હતી. આ પછી બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું અને ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

મીડિયા રિપોર્ટ મુજબ અભિષેક અને ઐશ્વર્યા ફિલ્મ બંટી ઔર બબલી ના ગીત કજરારે દરમિયાન એકબીજા ની નજીક આવ્યા હતા. 

પરંતુ આ પ્રેમ એક વર્ષ પછી 2006માં આવેલી ફિલ્મ 'ઉમરાવ જાન'ના શૂટિંગ દરમિયાન ખીલ્યો હતો.

'ઉમરાવ જાન' પછી બંનેએ 'ગુરુ' અને 'ધૂમ 2'માં સાથે કામ કર્યું હતું. આ દરમિયાન અભિષેક ઐશ્વર્યાના પ્રેમમાં પડી ચુક્યો હતો.

ટોરોન્ટોમાં 'ગુરુ'ના પ્રીમિયર દરમિયાન અભિષેકે ઐશ્વર્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. અને ઐશ્વર્યાએ હા પાડી હતી.

14 જાન્યુઆરી 2007ના રોજ બંને એ મુંબઈ માં સગાઈ કરી અને 20 એપ્રિલ 2007ના રોજ બંને ના લગ્ન થઇ ગયા