બોબી દેઓલ આજે તેનો 55 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે.

બોબી દેઓલ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર નો નાનો પુત્ર છે.બોબી દેઓલે તેના અભિનયની શરૂઆત ફિલ્મ બરસાતે થી કરી હતી. 

ઘણી હિટ ફિલ્મો આપનાર અભિનેતા માટે એક સમય એવો આવ્યો જ્યારે તેની પાસે કામ નહોતું પોતાની આજીવિકા મેળવવા માટે, અભિનેતાએ 2016 માં દિલ્હીની એક નાઇટ ક્લબમાં ડીજે તરીકે કામ કર્યું હતું.

બોબી દેઓલે  દિલ્લગી, બાદલ, બિચ્ચુ, ક્રાંતિ, સોલ્જર, ગુપ્તઃ ધ હિડન ટ્રુથ જેવી ફિલ્મો આપીને પોતાની ખાસ ઓળખ બનાવી હતી.

અહેવાલો અનુસાર, અભિનેતા પાસે 10 વર્ષથી કોઈ કામ નહોતું. પરંતુ હવે અભિનેતાએ એનિમલ સાથે શાનદાર કમબેક કર્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ, બોબી લગભગ 66 કરોડ રૂપિયાનો માલિક છે. આ સિવાય અભિનેતા પાસે મુંબઈમાં એક આલીશાન ઘર છે જેની કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે.

બોબી પાસે પોર્શ કેયેન એસયુવી, લેન્ડ રોવર ફ્રીલેન્ડર 2, લેન્ડ રોવર રેન્જ રોવર વોગ જેવી કાર છે. 

આ ઉપરાંત તેની  એક રેસ્ટોરન્ટ પણ છે અને અભિનેતા પાસે ઘણી કંપનીઓમાં શેર પણ છે.