ફિલ્મોમાં આવતા પહેલા રેખાનું નામ ભાનુરેખા હતું. તે 'કિંગ ઓફ રોમાન્સ' જેમિની ગણેશન અને અભિનેત્રી પુષ્પાવલ્લીની પુત્રી છે.
રેખાએ પોતાના કરિયરની શરૂઆત 1966માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ 'રંગુલા રતલામ'થી કરી હતી. આ ફિલ્મમાં રેખા બાળ કલાકાર તરીકે જોવા મળી હતી.
રેખાએ 1970માં રિલીઝ થયેલી ફિલ્મ 'સાવન ભાદોં' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. રેખાની પહેલી જ ફિલ્મ હિટ સાબિત થતા તે રાતોરાત સ્ટાર બની ગઈ.
રેખાને તેની વાસ્તવિક ઓળખ 1976માં રિલીઝ થયેલી ફિલ્મ 'દો અંજાને'થી મળી હતી, જેમાં તે અભિનેતા અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી.