દીપિકા નો જન્મ 5 જાન્યુઆરી 1986 માં ડેનમાર્ક માં થયો હતો.દીપિકા ના પિતા પ્રકાશ પાદુકોણ એક બેડમિન્ટન ખેલાડી છે.
દીપિકા પાદુકોણે પોતાના કરિયરમાં અત્યાર સુધી 37 ફિલ્મો આપી છે. આ સાથે જ દીપિકા બોલિવૂડ ની સૌથી હાઈએસ્ટ પેડ અભિનેત્રી બની ગઈ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ 497 કરોડ રૂપિયા છે. દીપિકા માત્ર ફિલ્મોમાંથી જ નહીં પરંતુ ઘણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી ઘણી કમાણી કરે છે.
રિપોર્ટ્સ અનુસાર, દીપિકા એક ફિલ્મ માટે 15 થી 16 કરોડ રૂપિયા લે છે. એટલું જ નહીં, દીપિકાનું 'કા પ્રોડક્શન' નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે.
દીપિકા પાસે મુંબઈમાં પોતાનો 4 BHK લક્ઝરી એપાર્ટમેન્ટ છે. જેની કિંમત 16 કરોડની આસપાસ છે. આ સિવાય તેનું બીજું પણ ઘર છે જેની કિંમત 21 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે