જ્યારે તે હીરો બનવાનો હતો ત્યારે ઘણા લોકોએ તેને નામ બદલવાની સલાહ આપી હતી. તેણે પોતાના પ્રથમ નામ નવીન સાથે છેડછાડ ન કરતા તેને યશવંત નામમાંથી વંત કાઢી નાખ્યું અને આ રીતે તેનું નામ યશ પડ્યું.
તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2004માં ઉત્તરાયણ નામની સિરિયલથી કરી હતી. તેણે ધીમે ધીમે ટીવીની દુનિયામાં પોતાની ઓળખ બનાવી.
વર્ષ 2018 તેની કારકિર્દીમાં એક મોટો વળાંક સાબિત થયો. આ વર્ષે તે તેની ફિલ્મ KGF ચેપ્ટર 1 માં રોકી ભાઈની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
ઘણા વર્ષો સુધી સાથે કામ કર્યા પછી યશ અને રાધિકાએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું અને પોતાના સંબંધોને ખાનગી રાખ્યા. તેઓએ ડિસેમ્બર 2016માં લગ્ન કર્યા અને હાલ તેમને બે બાળકો છે.