બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન આજે તેનો 58 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે.  

સલમાન ખાને 1988માં 'બીવી હો તો ઐસી'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેતાની ફી માત્ર 11 હજાર રૂપિયા હતી.

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાનની નેટવર્થ  2850 કરોડ રૂપિયા  છે.

એક ફિલ્મ માટે સલમાન ખાન 100 કરોડ રૂપિયા લે છે, આ સિવાય તે ફિલ્મના પ્રોફિટનો 70 ટકા હિસ્સો પણ લે છે.

સલમાન બિગ બોસ ના એક એપિસોડ માટે 12 કરોડ રૂપિયા લે છે. તેમજ તે સોશિયલ મીડિયાથી 50 લાખ રૂપિયા કમાય છે.

સલમાન ખાન પાસે ગેલેક્સી એપાર્ટમેન્ટ,પનવેલમાં એક ફાર્મહાઉસ, ગોરાઈ બીચ પર એક ઘર છે જેની કિંમત કરોડોમાં છે. આ સિવાય સલમાન ખાન ની દુબઈમાં પણ કરોડોની પ્રોપર્ટી છે.

સલમાન ખાન નું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે જેનું નામ 'સલમાન ખાન ફિલ્મ્સ' છે. અને તેની ક્લોથિંગ બ્રાન્ડ 'ધ બીઈંગ હ્યુમન ફાઉન્ડેશન' પણ છે. 

આ ઉપરાંત સલમાન ખાન પાસે રેન્જ રોવર વોગ, LX470, Audi RS7, Mercedes S Class, AMG GLE 43, Land Cruiser, BMW X6 જેવી કાર છે.