બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો હેન્ડસમ હંક સિદ્ધાર્થ મલ્હોત્રા આજે પોતાનો 39 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાનો જન્મ 16 જાન્યુઆરી, 1985ના રોજ દિલ્હીમાં થયો હતો, તેણે 18 વર્ષની ઉંમરે મોડલિંગની શરૂઆત કરી હતી.

સિદ્ધાર્થ મલ્હોત્રા એ અભિનય ની શરૂઆત વર્ષ 2006માં નાના પડદાની સીરિયલ 'ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ' થી કરી હતી 

કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી બોલિવૂડમાં લીડ એક્ટર તરીકે ડેબ્યૂ કરનાર સિદ્ધાર્થે અગાઉ 'માય નેમ ઈઝ ખાન'માં ડિરેક્ટર કરણને આસિસ્ટ કર્યો હતો. 

સિદ્ધાર્થ દિલ્હી હરિકેન્સ રગ્બી ટીમ તરફથી પણ રમી ચૂક્યો છે. સિદ્ધાર્થને ફરવાનું પણ ઘણું પસંદ છે, આ ઉપરાંત સિદ્ધાર્થ એક વ્યાવસાયિક સ્કુબા ડાઇવર બનવાની તાલીમ પણ લીધી હતી 

સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની મહેનત અને ક્ષમતાના કારણે કરિયરમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યો છે. અભિનેતા લક્ઝરી લાઈફ જીવવા માટે પણ ચર્ચામાં છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થની કુલ સંપત્તિ 85 કરોડ રૂપિયા છે. તેની પાસે મુંબઈના પાલી હિલ વિસ્તારમાં લક્ઝરી બેચલર પેડ છે, જેને ગૌરી ખાને ડિઝાઈન કર્યું છે.

એક્ટર હોવા ઉપરાંત સિદ્ધાર્થ એક મોડલ પણ છે. તેની માસિક કમાણી 50 લાખ રૂપિયાથી વધુ છે અને તે વાર્ષિક 6 કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે.