અભિષેક બચ્ચન આજે તેનો 48 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે 

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન નો પુત્ર હોવા છતાં અભિષેકે તેની કારકિર્દીમાં ઘણો સંઘર્ષ કર્યો.  

રિપોર્ટ્સ અનુસાર, અભિષેક બચ્ચન બોલિવૂડ ડેબ્યૂ પહેલા એલઆઈસી એજન્ટ તરીકે કામ કરતો હતો.

અભિષેક બચ્ચને ફિલ્મ રેફ્યુજી થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતીએવું કહેવાય છે કે અભિષેક બચ્ચનને 'રેફ્યુજી' હાંસલ કરવામાં બે વર્ષ લાગ્યાં.

એક સમય એવો હતો જ્યારે અભિષેકે સતત 15 ફ્લોપ ફિલ્મોનો સમયગાળો જોયો હતો.

વર્ષ 2004માં અભિષેક બચ્ચને ફિલ્મ 'ધૂમ'માં કામ કર્યું હતું અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી

આ ફિલ્મ પછી તેણે 'બંટી ઔર બબલી', 'યુવા', 'બ્લફમાસ્ટર', 'ગુરુ' અને 'દોસ્તાના' જેવી સુપરહિટ ફિલ્મો આપીને સાબિત કર્યું કે તે અમિતાભ બચ્ચનનો પુત્ર છે.  

બોલિવૂડના 'ગુરુ' અભિષેક બચ્ચને વર્ષોથી આવા ઘણા પાત્રો ભજવ્યા છે, તેણે થિયેટરથી લઈને OTT સુધી દરેક જગ્યાએ પોતાને સાબિત કર્યો છે.