લેખનના જાદુગર તરીકે જાણીતા જાવેદ અખ્તરે પોતાની કારકિર્દીમાં એકથી વધુ પટકથા અને ગીતો લખ્યા.
જાવેદ અખ્તર ને કાવ્ય શૈલી વારસામાં મળી હતી. તેમના પિતા જ્હોન નિસાર અખ્તર એક કવિ હતા અને તેમની માતા પણ પ્રખ્યાત ઉર્દૂ લેખિકા હતી
જાવેદ અખ્તરે સલીમ ખાન સાથે મળીને ઘણી સુપરહિટ ફિલ્મો લખી.સલીમ-જાવેદ ની જોડીએ હિન્દી સિનેમાને ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી.
સલીમ-જાવેદ ની જોડી એ શોલેથી લઈને યાદો કી બારાત, દીવાર, સીતા ઔર ગીતા, હાથી મેરે સાથી જેવી ઘણી ફિલ્મોમાં પોતાનું યોગદાન આપ્યું છે.
હિન્દી સિનેમા જગતમાં તેમના યોગદાન માટે જાવેદ અખ્તરને રાષ્ટ્રીય પુરસ્કાર, ફિલ્મફેર અને પદ્મ ભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા
જાવેદ અખ્તરે શાહરૂખ ખાન ની ફિલ્મ 'ડિંકી'માં ગીત લખવા માટે 25 લાખ રૂપિયા ફી લીધી હતી, જે કોઈ પણ લેખકને ગીત માટે ચૂકવવામાં આવેલી સૌથી વધુ રકમ છે.