તેજસ્વી પ્રકાશ ચાહકોની ફેવરિટ અને નાના પડદાની હાઈપ્રોફાઈલ અભિનેત્રી છે.આજે અભિનેત્રી તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે 

સલમાન ખાનનો લોકપ્રિય શો બિગ બોસ જીતનારી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ આજે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે. 

આ સિવાય તે આ શોમાં તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથેના રોમાંસને લઈને પણ ચર્ચામાં હતી 

બહુ ઓછા લોકો જાણતા હશે કે અભિનેત્રી ભારતની નહીં પરંતુ તે UAEની રહેવાસી છે 

અભિનેત્રીનો જન્મ 10 જૂન, 1993ના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થયો હતો અને તેનો ઉછેર પણ ત્યાં જ થયો હતો 

બિગ બોસ 15 દરમિયાન, અભિનેત્રીએ તેના સાથી સ્પર્ધકો ને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ભારતમાં 6 મહિનાથી વધુ સમય નથી રહી શકતી 

તેજસ્વી એ  મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

તેજસ્વી એ ‘ધરોહર અપનો કી’, ‘સ્વરાગિની’, ‘પેહરેદાર પિયા કી’, ‘સિલસિલા બદલતે રિશ્તો કા’, જેવી ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે