બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા છે

અભિનેત્રી એ ટ્વીટર પર વિડીયો શેર કરી ને આ વિશે માહિતી આપી હતી.

લાલ સાડી પહેરીને દુલ્હન બનેલી સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદની તસવીરો પણ સામે આવી છે.

સ્વરા અને ફહાદે 6 જાન્યુઆરી, 2023ના રોજ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવી હતી.

સ્વરા ભાસ્કરે જેની સાથે લગ્ન કર્યા છે તે સમાજવાદી પાર્ટીના નેતા છે.

તેઓ મહારાષ્ટ્ર સપા યુવા સમિતિના પ્રદેશ અધ્યક્ષ છે.

ફહાદ યુપીના બરેલીના બહેડી વિસ્તારનો રહેવાસી છે. તેમજ તે ખૂબ જ સાધારણ પરિવારનો છે.

CAA NRCC ચળવળ દરમિયાન તે સ્વરા ભાસ્કરને મળ્યો હતો.