બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના પતિ બોની કપૂરે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેની પત્ની ક્રશ ડાયટ કરતી હતી. જેના કારણે તે અવારનવાર બેહોશ થઈ જતી હતી 

અભિનેત્રી કેટરિના કૈફે ગીત 'શીલા કી જવાની' માટે સ્ટ્રિક્ટ ડાયેટ નું પાલન કર્યું હતું. જેના કારણે તે સેટ પર જ બીમાર પડી હતી. બાદમાં તેને સેલાઈન ચઢાવવો પડ્યો હતો .

અભિનેત્રી કરીના કપૂર ખાને ફિલ્મ ટશન માં સાઈઝ ઝીરો ફિગર ફોલો કરવા માટે તેણે કડક ડાયટ ફોલો કર્યું. જેના કારણે એકવાર તે સેટ પર બેહોશ પણ થઈ ગઈ હતી. 

અભિનેત્રી શહેનાઝ ગિલે પણ બિગ બોસ 13 પછી પોતાની બદલાયેલી સ્ટાઇલથી બધાને ચોંકાવી દીધા હતા. અભિનેત્રી શહેનાઝ ગીલે વજન ઘટાડવા માટે કડક ડાયટ ફોલો કર્યું હતું 

અભિનેત્રી નિયા શર્માએ તેના ગીત 'ફૂંક લે' માટે જબરદસ્ત વજન ઘટાડ્યું હતું. આ ગીત માટે અભિનેત્રીએ કડક ડાયટ ફોલો કર્યું હતું. જેના કારણે તેણે ખાવાનું પણ બંધ કરી દીધું હતું. 

અભિનેત્રી રેખાએ પણ પોતાની કડક ડાયટ વિશે ખુલીને વાત કરી છે. અભિનેત્રીએ જણાવ્યું કે ઘણા મહિનાઓ સુધી તે માત્ર પોપકોર્ન ડાયટ પર જ રહી. તે સમયગાળા દરમિયાન, અભિનેત્રીએ લગભગ અઢી વર્ષ સુધી ભોજન લીધું ન હતું. 

ગંદી બાત ફેમ અભિનેત્રી ગહના વશિષ્ઠ એકવાર તેના એક પ્રોજેક્ટના સેટ પર કડક આહારને કારણે બેહોશ થઈ ગઈ હતી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી 

'લાઈફ કી તો લગ ગયી' ફેમ અભિનેત્રી મિષ્ટી મુખર્જીનું માત્ર 27 વર્ષની વયે અવસાન થયું હતું. અભિનેત્રી મિષ્ટી મુખર્જીની કીટો ડાયેટ તેના મૃત્યુનું કારણ હતું. અભિનેત્રી લાંબા સમયથી કીટો ડાયેટ ફોલો કરી રહી હતી. જેના કારણે તેની કિડની ફેલ થઈ ગઈ હતી.