રાની મુખર્જી એ જણાવ્યું કે તે કોરોનાના સમયગાળા દરમિયાન ગર્ભવતી હતી અને ગર્ભાવસ્થાના 5મા મહિનામાં તેને પીડાદાયક કસુવાવડ થઈ હતી 

બહુ ઓછા લોકો જાણે છે કે નીસા ને જન્મ આપતા પહેલા કાજોલ ગર્ભવતી હતી. પરંતુ તેમનું પહેલું બાળક પડી ગયું હતું. પ્રેગ્નન્સીના 6 અઠવાડિયા પછી અભિનેત્રીને કસુવાવડ થઈ હતી 

શિલ્પા શેટ્ટી એ વર્ષ 2012માં પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે અગાઉ તે કસુવાવડનો શિકાર બની હતી 

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ કસુવાવડની પીડા સહન કરી હતી. આર્યન ખાનના જન્મ પહેલા જ ગૌરી ખાન મિસકેરેજ નો શિકાર બની હતી 

ફરદીન ખાનની પત્ની નતાશા એ  લગ્નના થોડા વર્ષો પછી તેમના જોડિયા બાળકોની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. જોકે, ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં નતાશા ની કસુવાવડ થઈ હતી 

આમિર ખાનની બીજી પૂર્વ પત્ની કિરણ રાવ લગ્નના ચાર વર્ષ બાદ કસુવાવડનો ભોગ બની હતી. આ વિશે ખુદ આમિર ખાને જણાવ્યું હતું 

દિવંગત અભિનેતા દિલીપ કુમાર અને તેમની પત્ની સાયરા બાનુ પણ પુત્રની અપેક્ષા રાખતા હતા. પરંતુ સાયરા બાનુની પ્રેગ્નન્સીના 8મા મહિનામાં હાઈ બ્લડપ્રેશરને કારણે તેણે પોતાનું પહેલું બાળક ગુમાવ્યું. આ પછી તે ફરી ક્યારેય માતા ન બની શકી 

ટીવી સિરિયલ સ્ટાર કરણ પટેલની પત્ની અને અભિનેત્રી અંકિતા ભાર્ગવ પણ કસુવાવડના ખરાબ તબક્કામાંથી પસાર થઈ હતી. જેની જાણકારી બાદમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ દ્વારા ચાહકોને આપી હતી