અર્જુન રામપાલ હવે 4 બાળકોનો પિતા બની ગયો છે. તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા એ બીજા બાળકને જન્મ આપ્યો છે. આ પહેલા તે 2 દીકરીઓના પિતા હતો
પીઢ અભિનેતા ધર્મેન્દ્રને 6 બાળકો છે. તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌર થી 2 પુત્રો સની અને બોબી દેઓલ છે. જ્યારે 2 પુત્રીઓ અજેતા અને વિજેતા છે. બીજી પત્ની હેમા માલિનીથી બે પુત્રીઓ ઈશા અને આહાના દેઓલ છે
રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂરને 5 બાળકો હતા. તેમને 3 પુત્રો રણધીર, રાજીવ અને ઋષિ કપૂર છે. જ્યારે બે દીકરીઓ રીમા અને રિતુ કપૂર છે
સલમાન ખાનના પિતા સલીમ અલીને 5 બાળકો છે. તેમને 3 પુત્રો સલમાન, અરબાઝ અને સોહેલ ખાન છે. જ્યારે 2 દીકરીઓ અલવીરા અને અર્પિતા ખાન શર્મા છે
સૈફ અલી ખાનને પણ 4 બાળકો છે. કરીના કપૂર સાથે તેને 2 પુત્રો તૈમૂર અને જેહ અલી ખાન છે. જ્યારે અમૃતા સિંહ થી બે બાળકો ઈબ્રાહિમ અને સારા અલી ખાન છે
ફિલ્મ સ્ટાર બોની કપૂર ને 2 લગ્નમાંથી 4 બાળકો છે. અર્જુન અને અંશુલા તેની પહેલી પત્ની મોના કપૂરના બાળકો છે. જ્યારે શ્રીદેવી સાથેના લગ્નથી 2 દીકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી છે
આમિર ખાને પણ બે લગ્ન કર્યા હતા. રીના દત્તા સાથેના પ્રથમ લગ્નથી તેમને બે બાળકો ઇરા અને જુનૈદ ખાન છે. જ્યારે, કિરણ રાવ સાથે બીજા લગ્નથી એક પુત્ર આઝાદ છે
સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ 3 બાળકોનો પિતા છે. તેમને એક પુત્રી સુહાના છે જ્યારે 2 પુત્ર આર્યન અને અબરામ ખાન છે.