નાનો છોડ, ચળકતા પાન અને સફેદ ફૂલો સાથે ભેજવાળા વિસ્તારમાં ઝાડ નીચે જોવા મળે છે. બહુવર્ષાયુ છોડ છે. આખા છોડ પર સફેદ રૂંવાટી હોય છે. તેનાં પર્ણો લંબચોરસ કે લંબચોરસ ચમચાકાર અને 5થી 7 સેમી. લાંબાં હોય છે. તેમાં પુષ્પો આસમાની ભૂરાં, 2થી 3 સેમી. પહોળાં અને છત્રક જેવાં ઝૂમખાંમાં બેસે છે. પુષ્પો લગભગ બારે માસ આવે છે.