યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં કામ કરતા સંજીવ સેઠ અને લતા સબરવાલ ની નિકટતા વધી અને બંનેએ લગ્ન કરી લીધા
હિના ખાન યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના સેટ પર જ તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલને મળી હતી. બંને વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રોહન અને કાંચીએ ભાઈ-બહેનની ભૂમિકા ભજવી હતી, બંનેએ થોડા જ દિવસોમાં એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું. આજના સમયમાં બંને અલગ-અલગ છે
આ સીરિયલમાં ઋષિ દેવે નક્ષનું પાત્ર ભજવ્યું હતું અને મોહેના સિંહ તેની પત્ની 'કીર્તિ'ના રોલમાં જોવા મળ્યા હતા. મીડિયા માં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે
આ સિરિયલ માં અંશુલ પાંડે અને પ્રિયંકા ઉધવાણી પતિ-પત્નીના રોલમાં જોવા મળ્યા હતા. વાસ્તવિક જીવનમાં પણ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. જોકે હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે
શિવાંગી જોશી અને મોહસીન ખાન આ ટીવી સિરિયલની હિટ જોડીમાંથી એક છે. મોહસીન અને શિવાંગી એકબીજાને ડેટ કરી ચૂક્યા છે
પારસ પ્રિયદર્શને આ સિરિયલ છોડી દીધી છે. આ સિરિયલમાં અભિનેતાએ કરિશ્મા સાવંતના પતિની ભૂમિકા ભજવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો બંનેને કપલ તરીકે જોવા માંગતા હતા
આ લિસ્ટમાં પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરાનું નામ પણ સામેલ છે, ઘણી વખત એવો દાવો કરવામાં આવ્યો હતો કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે બંનેએ આ સમાચારને નકારી કાઢ્યા હતા