ટીવી એક્ટર કુણાલ ઠાકુર અને ડાન્સર મુક્તિ મોહને લગ્ન કરી લીધા છે અને આ કપલે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

કુણાલ ઠાકુર અને મુક્તિ મોહન લગ્ન બાદ એકબીજા સાથે ખૂબ જ ખુશ દેખાતા હતા 

દુલ્હન બનેલી મુક્તિ મોહન સાથે તેની બહેનો નીતિ મોહન અને શક્તિ મોહન જોવા મળી હતી.  

કુણાલ ઠાકુર અને મુક્તિ મોહન એકબીજાને વરમાળા પહેરાવતા ખુબ ખુશ જોવા મળ્યા હતા.  

કુણાલ ઠાકુરે તેની દુલ્હન મુક્તિ મોહનની માંગમાં સિદુર લગાવ્યું હતું  

કુણાલ ઠાકુર અને મુક્તિ મોહને તેમના લગ્ન પછી તેમના પરિવારના સભ્યો સાથે ફોટા ક્લિક કર્યા હતા 

મુક્તિ મોહન ગાયિકા નીતિ મોહન અને કોરિયોગ્રાફર શક્તિ મોહનની બહેન છે. આ સિવાય મુક્તિ મોહન ઘણા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકી છે. 

કુણાલ ઠાકુર હાલમાં જ હિટ ફિલ્મ 'એનિમલ'માં જોવા મળ્યો છે.