ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચારજી તેના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે.

અભિનેત્રીની હલ્દી સેરેમનીની તસવીરો પણ સામે આવી છે.

આ તસવીરો અને વિડીયો જોઈ  તેના ચાહકો ચોંકી ગયા છે.

આ વીડિયો દેવોલિના ભટ્ટાચારજી અને વિશાલ સિંહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

જેમાં બંને પીળા કપડા પહેરેલા જોવા મળે છે.

વિશાલ પોતાના હાથથી દેવોલીનાને હલ્દી લગાવતો જોવા મળે છે.

આ સાથે ચાહકો પણ કોમેન્ટ દ્વારા તેને અભિનંદન આપી રહ્યા છે.

વિશાલ સિંહ અને દેવોલિના ના લવ અફેરના સમાચારો આવતા રહે છે.

હવે આ વિડીયો નું સત્ય શું છે એ તો અભિનેત્રીના લગ્ન પછી જ ખબર પડશે.