ટીવીની લોકપ્રિય પુત્રવધૂ દેવોલિના ભટ્ટાચારીએ ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપતા લગ્ન કરી લીધા છે.
અભિનેત્રીએ શાહનવાઝ શેખ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.
અભિનેત્રીએ શાહનવાઝ સાથે ઇન્ટરકાસ્ટ કોર્ટ મેરેજ કર્યા છે.
અહેવાલો અનુસાર શાહનવાઝ દેવોલીનાના જિમ ટ્રેનર છે અને બંને છેલ્લા લગભગ 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
તેના મિત્ર વિશાલ સિંહે લગ્નમાં હાજરી આપી હતી અને અભિનેત્
રીના લગ્નની પુષ્ટિ કરી હતી.
દેવોલીના એ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.
જેમાં તે ગાડીમાં બેઠેલી અને માસ્ક પહેરેલી જોવા મળે છે.
દેવોલીના દુલ્હન તરીકે ખુબ જ સુંદર લાગી રહી છે.
સામાન્ય લોકો ઉપરાંત સેલિબ્રિટીઓએ પણ અભિનેત્રીને અભિનંદન
આપીને તેના પર ઘણો પ્રેમ વરસાવ્યો છે.