દિશા પટની બોલિવૂડની બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી છે. આજે અભિનેત્રી તેનો જન્મદિવસ ઉજવી રહી છે. 

દિશા નો જન્મ 13 જૂન  ના રોજ ઉત્તર પ્રદેશના બરેલીમાં થયો હતો.દિશા પટનીના પિતા જગદીશ સિંહ પટની પોલીસ અધિકારી છે અને માતા હેલ્થ ઈન્સ્પેક્ટર છે. 

દિશા ની મોટી બહેન ખુશ્બુ પટની ભારતીય સેનામાં છે. તેનો એક નાનો ભાઈ છે જે હજુ ભણે છે. 

નાનપણથી જ દિશાને ગ્લેમર વર્લ્ડમાં રસ હતો. તે ફેમિના મિસ ઈન્ડિયા ઈન્દોર 2013ની ફર્સ્ટ રનર અપ રહી છે 

એક્ટિંગમાં દિશાએ સાઉથની ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. તેની પહેલી ફિલ્મ તેલુગુમાં 'લોફર' હતી જે 2015માં આવી હતી 

બોલિવૂડ માં દિશા ને નીરજ પાંડેની ફિલ્મ 'MS Dhoni: The Undold Story'થી મોટો બ્રેક મળ્યો. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે મુખ્ય ભૂમિકા ભજવી હતી 

દિશા ને  ફરવાનો ઘણો શોખ છે. ગયા વર્ષે તેને એકલા જ યુરોપનો પ્રવાસ કર્યો હતો.

ફિટનેસ ફ્રિક દિશા દરરોજ કલાકો જીમમાં વિતાવે છે. તેના વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.