ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી એશા દેઓલે લગ્નના 11 વર્ષ બાદ ભરત તખ્તાની થી છૂટાછેડાની જાહેરાત કરી છે 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એશા તેની બે દીકરીઓ સાથે માતા હેમા માલિનીના ઘરે શિફ્ટ થઈ ગઈ છે. 

એશા અને ભરતે એક નિવેદનમાં કહ્યું છે કે બંને માટે તેમની દીકરી ઓ તેમની પ્રાથમિકતા છે. 

એશા અને ભરત તેમની દીકરીઓના ઉછેરમાં કોઈ કસર છોડવા નથી માંગતા 

મીડિયા રિપોર્ટ મુજબ છૂટાછેડા પછી એશા ની બે પુત્રીઓ રાધ્યા અને મીરાયા તેની સાથે રહેશે 

મીડિયા રિપોર્ટ માં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભરત તખ્તાની તેમની દીકરીઓના ઉછેર માટે જે પણ ખર્ચ થશે તે ભોગવશે.

એશા દેઓલે જૂન 2012માં ભરત સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન મુંબઈના ઈસ્કોન મંદિરમાં ખૂબ જ સાદગી સાથે કરવામાં આવ્યા હતા.

હવે લગ્નના 11 વર્ષ બાદ એશા અને ભરતે 6 ફેબ્રુઆરી 2024ના રોજ અલગ થવાનો નિર્ણય લીધો છે.