મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે તેનું પહેલું આલ્બમ હિટ રહ્યું, ત્યારથી ઘણા મ્યુઝિક ડાયરેક્ટર્સ તેને ફિલ્મોમાં ગાવાની ઑફર લાવતા હતા, પરંતુ ફાલ્ગુનીએ તે બધી ઑફર્સ ફગાવી દીધી હતી.
એક ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો કે તેને બોલિવૂડ ફિલ્મોમાં ગાવાની ઘણી ઓફરો મળી હોવા છતાં તેણે ક્યારેય તે સ્વીકારવાનું વિચાર્યું ન હતું.