બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝ આજકાલ પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે 

અભિનેત્રી હાલમાં પ્રેગ્નન્સી ફેઝ એન્જોય કરી રહી છે. અભિનેત્રીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે માહિતી આપી હતી 

જે બાદ દરેકના મનમાં એક જ સવાલ હતો કે ઇલિયાના ડીક્રુઝના બાળકનો પિતા કોણ છે.આખરે ઇલિયાના ડીક્રુઝે તેના પાર્ટનરની તસવીર જાહેર કરી છે 

લગ્ન વિના માતા બનવા જઈ રહેલી ઇલિયાના ડીક્રુઝે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના બોયફ્રેન્ડની કોલાજ તસવીર શેર કરી છે 

તસવીરમાં અભિનેત્રી લાલ રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે. જ્યારે તેનો બોયફ્રેન્ડ બ્લેક શર્ટમાં જોવા મળી રહ્યો છે 

તસવીર શેર કરતાં ઇલિયાના ડીક્રુઝે તસવીર પર લખ્યું, "ડેટ નાઇટ" જો કે અભિનેત્રીએ હજુ સુધી પાર્ટનરનું નામ જાહેર કર્યું નથી 

ઇલિયાના ડીક્રુઝે ફિલ્મ 'બરફી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે રણબીર કપૂર સાથે જોવા મળી હતી. 

જે બાદ તે 'રુસ્તમ', 'બાદશાહો', 'મેં તેરા હીરો' અને 'રેઈડ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ઇલિયાના ડીક્રુઝ છેલ્લે ફિલ્મ 'અનફેર એન્ડ લવલી'માં જોવા મળી હતી