દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે અંબાણી પરિવારના ગણપતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન દીપિકા પિંક સૂટમાં જોવા મળી હતી, તો રણવીર પણ શેરવાનીમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો
શાહરૂખ ખાને તેના આખા પરિવાર સાથે મુકેશ અંબાણી ના ઘર 'એન્ટીલિયા'માં ગણેશ ઉત્સવમાં હાજરી આપી હતી.
અંબાણી પરિવારના ગણપતિ સેલિબ્રેશનમાં ઐશ્વર્યાએ બ્લુ કલરનો પટિયાલા પહેર્યો હતો, તો આરાધ્યા પણ ગોલ્ડન કલરના પટિયાલા સૂટમાં જોવા મળી હતી.
આ પાર્ટીમાં કિયારા અડવાણીએ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. આ દરમિયાન કિયારા યલો કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
મુકેશ અંબાણીના ગણેશોત્સવમાં અભિનેત્રી આલિયા ભટ્ટ અયાન મુખર્જી સાથે પહોંચી હતી. આ દરમિયાન આલિયા રેડ કલરની સાડીમાં ધૂમ મચાવી રહી હતી.
આ પાર્ટીમાં અભિનેત્રી સારા અલી ખાન ભાઈ ઈબ્રાહિમ સાથે આવી હતી. આ દરમિયાન સારા રેડ કલરના સૂટમાં જોવા મળી હતી જ્યારે ઈબ્રાહિમે મરૂન કુર્તા અને સફેદ પાયજામા પહેર્યો હતો.
આ પાર્ટીમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂર સફેદ રંગના અનારકલી સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ફોટોમાં શ્રદ્ધાનો લુક ચાહકોને પસંદ આવ્યો હતો.
અભિનેતા અજય દેવગણે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં એન્ટ્રી કરી હતી. આ દરમિયાન અભિનેતા સિંઘમ સ્ટાઈલમાં જોવા મળ્યો હતો.