આદુનો છોડ લગભગ બે ફૂટ ઊંચો થાય છે. તેના પાન વાંસનાં ઝાડને મળતાં આવે છે. છોડની વૃદ્ધિપ્રમાણે જમીનમાં તેનાં મૂળમાં આદુના કાતરા એટલે કે ગાંઠો લાગે છે. આદુને છોલી સૂકવી લેવાથી સૂંઠ તૈયાર થાય છે. બંગાળ, ચેન્નાઈ, જમૈકાબેટ, શ્રાંગધ્રા વગેરે સ્થળોથી પુષ્કળ પ્રમાણમાં સૂંઠ આવે છે. આપણા રોજના ખોરાકમાં દાળશાકમાં આદુ, સારા પ્રમાણમાં વાપરીએ છીએ.