આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

ગુજરાતના વનોમાં વૃક્ષો જોવા મળે છે. નાની કાચી હરડે ઝાડ પરથી ખરી સુકાઈ જાય તે હિમજ અથવા બાલ હરડે કહેવાય છે. પરિપક્વ મોટી હરડે સુરવારી કહેવાય છે. લાંબી વજનદાર પાણીમાં ડૂબવાવાળી તથા ૨ થી વધારે તોલા વજવાળી હરડે શ્રેષ્ઠ છે. જેમ વધારે વજન તેમ કિંમતી મનાય છે. નવા પર્ણો સુંદર સુલાયમ સુક્ષ્મ રૂંવાટી યુક્ત હોય છે.

હરડેના સેવનથી તંદુરસ્તી મળે છે. હરડેની સાત જાતો હોય છે. તે બધી જ ઉપયોગી છે.

હરડેનો ખાસ ઉપયોગ વિરેચન ઝાડો સાફ લાવવા માટે છે. આ સિવાય તેનો અનેક ઉપયોગો છે.

વિરેચક બધી દવાઓમાં તેને શ્રેષ્ઠ માની છે. કારણ તેનો ગ્રાહી ગુણ હોવા છતાં વિરેચનનું કાર્ય અદભૂત છે. જેથી તે વિરેચન સિવાય આંતરડાને બળવાન બનાવે છે.

મરેલા ઢોરના ચામડાને મજબૂત નરમ બનાવવા માટે તેનું પાણી વપરાય છે. તો પછી જીવતા આંતરડાના સ્નાયુઓને તો તે વધારે બળ અને કુમાશ આપે જ છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન