માથાના દુ:ખાવા માટેના ઘરગથ્થુ નુસખા
રોજ સૂર્યોદય પહેલાં કોપરાની ગોટીનો ચોથો ભાગ અને ૧ ચમચી ખાંડ ખૂબ જ ચાવીને જમવાથી વર્ષો જૂનો માથાનો દુઃખાવો મટે છે.
લવિંગનું તેલ માથે કે કપાળ પર ઘસવું
અડધી ચમચી સૂંઠનો પાવડર, ૧ ચમચી ઘી અને થોડો ગોળ મિશ્ર કરી લેવાથી વાયુ પ્રકોપિત થવાથી દુ:ખતું માયુ મટે છે.
કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી ગરમી કે પિત્તદોષથી થતો માથાનો દુઃખાવો મટે છે.
આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઈને જમવું
૧ કપ પાણીમાં, ૧ ચમચી સૂંઠ અને હળદર નાખી, ઉકાળીને પીવું તથા તેનો નાસ લેવો
માહિતી મોસંબી ખાવા ના ફાયદાઓ પર ક્લિક કરો
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..
જાણો મોસંબી ખાવા ના ફાયદાઓ.