વજન વધારવા માટેના ઘરેલુ ઉપાયો.
આમળા અને કાળા તલનું મિશ્રણ કરી
ને તેનો ભુક્કો બનાવી ને તે પાવડર ને ઘી કે મધ સાથે લેવાથી માંસપેશીઓ મજબૂત થાય છે.
નાગરવેલ ના પાંદડામાં 10 જેટલા કાળા મરી લઈ ને ચાવી ચાવી ને ખાઈ જવા અને ત્યારબાદ તેના ઉપર માટલા નું પાણી પીવા થી
વજન વધારવા માટે ફાયદાકારક સાબિત થાય છે.
યોગ્ય ભોજન સાથે યોગ્ય તેલ પણ ઉપયોગી સાબિત થાય છે ઓલિવ ઓઇલ, કોર્ન ઓઇલ નો ઉપયોગ કરવો જોઈએ.
આ તેલ હૃદય ને લગતી બીમારીઓ, હાયપરટેન્સન, હૃદય ના દર્દીઓ માટે પણ આ તેલ સારું સાબિત થયું છે.
આ સિવાય ખજૂર ને ઘી સાથે લેવા થી પણ વજન વધારવા માં ઉપયોગી સાબિત થાય છેેેે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.