રિતિક રોશન ની ફિલ્મ ફાઈટર 24 જાન્યુઆરી એ સિનેમાઘરો માં રિલીઝ થશે. 

આ ફિલ્મમાં તે ફાઈટર પાઈલટની ભૂમિકામાં જોવા મળશે.

આ પાત્રને ભજવવા માટે રિતિક રોશને ઘણી તાલીમ લીધી છે. આ સાથે તેણે પોતાના વર્કઆઉટ અને ડાયટ પર પણ ખાસ ધ્યાન આપ્યું હતું. 

આ વિશે અભિનેતાના ટ્રેનર અને સેલિબ્રિટી ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર ક્રિસ ગેથિને મીડિયા સાથે વાત કરી હતી. 

ક્રિસે જણાવ્યું કે ફાઈટર ફિલ્મના શૂટિંગ દરમિયાન તે દરરોજ સવારે 5 વાગે ઉઠી જતો અને 6 વાગે નાસ્તો કરતો.

ક્રિસે રિતિક નો ડાયટ જણાવતા કહ્યું, અભિનેતા દરરોજ ચિકન, ઈંડા, પ્રોટીન, માછલી અને ભાત ખાતો હતો. રિતિકે આ ડાયટ ચાર્ટને લાંબા સમય સુધી ફોલો કર્યો

આ ઉપરાંત, ફિટનેસ રૂટિનમાં બોક્સિંગ, કેટલબેલ વર્કઆઉટ, બેટલ રોપ્સ અને પ્લાયમેટ્રિક્સ જેવી કસરતોનો સમાવેશ થાય છે 

તમને જણાવી દઈએ કે, ક્રિસ છેલ્લા 12 વર્ષથી રિતિક રોશનના ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર તરીકે કામ કરી રહ્યો છે.