ગળા અને છાતીમાં કફ જમા થવાની તકલીફ છે? તો બચવા આ ઘરેલૂ ઉપાય કરો!! ( ભાગ - ૧ )
200 ગ્રામ આદુ છોલી ચટણી બનાવી 200 ગ્રામ ઘીમાં શેકી
શેકાયને લાલ થાય ત્યાંરે એમાં 400 ગ્રામ ગોળ નાખી, શીરા જેવી અવલેહ બનાવવો.
આ અવલેહ સવાર-સાંજ 10-10 ગ્રામ જેટલો ખાવાથી કફ વૃદ્ધિ મટે છે.
પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઇ શકે છે.
10-15 ગ્રામ આદુના રસમાં મધ મેળવીને
પીવાથી કંઠમાં રહેલો કફ છૂટો પડે છે. અને વાય મટે છે.
એનાથી હૃદયરોગ, આફરો, અને સૂળમાં પણ ફાયદો થાય છે.
ખોરાક પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે. અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.
આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી
ભોજનની શરુઆતમાં લેવાથી કફ મટે છે.
ધાતીમાં કફ સુકાઇને ચોંટી જાય, વારંવાર વેગ પૂર્વક ખાસી આવે
ત્યારે સૂકાયેલો કફ કાઢવા માટે છાતી પર તેલ ચોંપડી
મીઠાની પોટલી તપાવી શેક કરવો.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
ગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવતો આહાર ( ભાગ ૨ )
Arrow
Read More