મગફળી ખાવાના અમુલ્ય ફાયદાઓ

મગફળી અને પીનટ બટરમાં વિટામીન ‘એ’, ઝીંક, આર્યન અને ફાયબરની ઊંચી ગુણવત્તા છે.  

તેમાં ઓછા કૉલેસ્ટરોલ સાથે ચરબી પ્રાપ્ત થાય છે.  

નિયમિત મગફળી ખાનારની કૉલેસ્ટરોલની માત્રા ઓછી હોય છે.

મગફળીથી ડાયાબીટીસની શક્યતા પણ ઘટે છે.

શેકવાથી મગફળીનાં તત્ત્વોમાં વધારો થાય છે.

શરીરના જે કોષોને નુકશાન થવાથી કૅન્સર અને હ્રદયરોગ થવાનો સંભવ રહે છે

 તે કોષો મગફળી ખાવાથી સુરક્ષિત રહે છે.

મગફળીમાં પ્રોટીન અને સારી જાતની ચરબી પણ હોય છે. પરંતુ ખારી મગફળી ખાવી ન જોઈએ.

મગફળી જ્યારે શેકવામાં આવે છે ત્યારે કૅન્સર 

અને હ્રદયરોગ સામે રક્ષણ આપનાર તત્ત્વોમાં ૨૨% જેટલો વધારો થાય છે.

કેટલાંક ફળોમાં આ તત્ત્વો જેટલા પ્રમાણમાં હોય છે તેટલા જ પ્રમાણમાં મગફળીમાં પણ હોય છે.

આથી જો તમે વજન ઘટાડવાના આશયથી મગફળી ખાવાનું છોડી દેશો તો તે યોગ્ય નથી. 

પરંતુ ખારી મગફળી તો ખાશો જ નહિ.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.   

શ્વાસ લેવામાં તકલીફ થાય તો બસ આ 3 ઉપાય કરો.

Arrow