મુંબઈકરોની મનપસંદ ડબલ ડેકર હવે નવા અત્યાધુનિક ઇલેક્ટ્રિક અવતારમાં મુસાફરોની સેવામાં આવી ગઈ છે.

પ્રથમ નવી ડબલ ડેકર બસ આ સપ્તાહથી બાંદ્રા કુર્લા સંકુલથી બાંદ્રા સ્ટેશન સુધી દોડશે.

આ બસો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી નરીમાન પોઈન્ટ, કોલાબાથી વરલી અને કુર્લાથી સાંતાક્રુઝ રૂટ પર દોડતી જોવા મળશે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ બસનું લઘુત્તમ ભાડું 6 રૂપિયા હશે.

આ ડબલ ડેકર બેટરી પર ચાલશે અને સંપૂર્ણ એરકન્ડિશન્ડ હશે, આ ડબલ ડેકરમાં બે દરવાજા હશે.

નવા ઇ-ડબલ ડેકરમાં 78 મુસાફરોની બેઠક વ્યવસ્થા છે.

માર્ચના અંત સુધીમાં બેસ્ટના કાફલામાં આવી 200 એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસનો સમાવેશ કરવામાં આવશે.

બેસ્ટ પાસે હાલમાં 45 જૂની ડીઝલ ડબલ ડેકર બસો છે જે જૂન 2023 સુધીમાં સેવામાંથી બહાર થઈ જશે.

આ તમામ 45 બસોને જૂન 2023 સુધીમાં નવી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસો દ્વારા બદલવામાં આવશે.