અભિનેત્રી હંસિકા મોટવાણી ટૂંક     સમયમાં બિઝનેસમેન  સોહેલ કથુરિયા  સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.

તેની મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો પણ સામે આવી છે , જેમાં હંસિકા ખૂબ જ સુંદર લાગી રહી છે .

મહેંદી સેરેમની માટે, હંસિકાએ લાલ ટાઈ-ડાઈ શરારા સૂટ પસંદ કર્યો હતો અને સિલ્વર એરિંગ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો. સિમ્પલ દેખાતા આ લાલ ટાઈ-ડાઈ કુર્તાની કિંમત 32,000 રૂપિયા છે.

આ અગાઉ પણ  હંસિકા લાલ સાડીમાં જોવા મળી હતી. જ્યારે તેના મંગેતર વિશે વાત કરવામાં આવે તો તેને પણ લાલ રંગના કુર્તા સાથે સુંદર લાગી રહ્યો હતો.

હંસિકા અને તેનો ભાવિ પતિ સોહેલ મહેંદી સેરેમની માં સાથે જોવા મળે છે. બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.