સ્મરણ શક્તી, બુદ્ધી, જઠરાગ્ની, વીર્ય, ઓજસ, કફ તથા મેદને વધારનાર છે. તે વાયુ, પીત્ત, ઝેર, ઉન્માદ, શોષ તથા તાવનો નાશ કરે છે.
ગાયનુ ઘી પચી ગયા પછી મધુર અને આંખ માટે હીતકારી છે. એ માટે એને પગના તળીયે ઘસવું જોઈએ. જો આંખો નબળી હોય, તેમાં દાહ અને ખાંજવાળ હોય તો ગાયનુ ઘી લાંબા સમય સુધી ૧૫ મીનીટ ઘસવું.
ઘીના ટીપાં સવારે નાકમાં મુકવાથી કફ નહીં થાય, બપોરે મુકવાથી પીત્ત અને સાંજે મુકવાથી વાયુ થશે નહીં. શરદી, માથાનો દુખાવો અને અનીરા મટાડવા ગાયનુ ઘી ઉત્તમ છે
પગના તળીયે ઘી ઘસવાથી ઊંઘ સારી આવે છે.
ઘી મનુષ્યની જ્ઞાનશક્તી, સ્મૃતી, બુદ્દી, હીંમત અને બળ વધારે છે તેમ જ શરીરને પોષણ આપનાર શ્રેષ્ઠ તત્ત્વ છે.
ક્ષીણ થયેલા કફને વધારે છે તથા જઠરાગ્નીને પ્રદીપ્ત કરી પીત્તનુ પ્રમાણ જાળવે છે. આમ શરીરના વાત, પીત્ત અને કફ ત્રણે દોષ માટે ઘી પોષણરુપ હોવાથી શ્રેષ્ઠ ટોનીક છે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.