રજીસ્ટર મેરેજ બાદ મુંબઈ ની તાજ લેન્ડ્સ એન્ડ માં લગ્નનું રિસેપ્શન યોજાયું હતું, જેમાં નીતા અને મુકેશ અંબાણીએ હાજરી આપી હતી.
તાજ અરાવલી રિસોર્ટ એન્ડ સ્પાનું બુકિંગ 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું છે, જ્યાં ખાન પરિવાર અને શિખરે પરિવાર રહેવાના છે
કપલના નજીકના મિત્રએ જણાવ્યું કે ઉદયપુરમાં ત્રણ દિવસીય ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પરિવારના તમામ સભ્યો હાજર રહેશે.
ત્યારબાદ 13 જાન્યુઆરીએ BKC જિયો સેન્ટરમાં એક ભવ્ય રિસેપ્શન પાર્ટી હશે, જેમાં બોલિવૂડ સેલેબ્સ અને કેટલાક રાજકારણીઓ હાજરી આપશે.
આ રિસેપ્શનમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અજય દેવગન, અમિતાભ બચ્ચન, કરણ જોહર, અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, રાજકુમાર હિરાની, આશુતોષ ગોવારીકર, જૂહી ચાવલા,સહિતના ઘણા સેલેબ્સ ને આમંત્રણ આપવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ અંબાણી પરિવાર પણ આ રિસેપ્શન પાર્ટીમાં અંબાણી પરિવાર પણ હાજરી આપશે. સાથે સાથે સાઉથ ઈન્ડસ્ટ્રીના કેટલાક સેલેબ્સ પણ રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપવા મુંબઈ આવશે.