શ્વાસ લેવામાં તકલીફ થાય તો બસ આ 3 ઉપાય કરો.

હળદર અને મધમાં એન્ટીઇન્ફ્લામેટરી અને એન્ટીએલર્જિક પ્રોપર્ટીઝ હોય છે જે કફથી રાહત અપાવે છે. 

હળદર અને મધ

 હળદર અને મધ બંનેને મિક્સ કરીને લેવામાં આવે તો તેની અસર બમણી થઇ જાય છે.

શ્વાસના દર્દીઓ માટે તે એક ઉત્તમ દવા છે. 

દરરોજ બે વાર ચપટી હળદરને મધમાં ભેળવીને ચાટવાથી

અસ્થમાના દર્દીઓને શ્વાસની સમસ્યામાં રાહત મળે છે. 

શરદી-ઉધરસથી    પરેશાન સામાન્ય વ્યક્તિ પણ તેનો ઉપયોગ કરી શકે છે. 

દરરોજ રાતે ઊંઘતા પહેલા સાફ પાણીમાં 2-3 સૂકા અંજીર પલાળી દો. 

અંજીરનું સેવન

સવારે ઉઠીને તેને ખાલી પેટે સારી રીતે ચાવીને ખાઈ લો. અંજીર ખાધા પછી તે પાણી પી લો. 

અંજીર શ્વાસની નળીમાં જામેલા કફને દૂર કરી દે છે 

જેથી અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવાની તકલીફમાં રાહત મળે છે. 

અસ્થમા દરમિયાન શ્વાસ લેવામાં થતી તકલીફો દૂર કરવામાં આદુ અને લસણની ચા પણ ઘણી ફાયદાકારક હોય છે.

આદુ-લસણની ચ

તેને બનાવવી રીત  પણ સરળ છે. પહેલા આદુની સામાન્ય ચા બનાવી લો

હવે લસણની બે-ત્રણ કળીઓને ચામાં મિક્સ કરી લો. 

આ ચા પીવામાં સ્વાદ વિનાની લાગી શકે  છે પણ ઘણી અસરકારક હોય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.   

સૂર્યનમસ્કાર કરવાના ફાયદાઓ

Arrow