બોલિવૂડની જાણીતી અભિનેત્રી કાજોલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી આજે 49 વર્ષની થઈ ગઈ છે 

કાજોલ નો જન્મ 5 ઓગસ્ટ, 1974ના રોજ મુખર્જી-સમર્થ પરિવારમાં થયો હતો. કાજોલનો જન્મ એવા પરિવારમાં થયો છે જેની પેઢીઓ બોલીવુડમાં સક્રિય રહી છે 

કાજોલ ના પિતા શોમુ મુખર્જી જાણીતા નિર્માતા અને નિર્દેશક અને માતા તનુજા સમર્થ ફિલ્મ અભિનેત્રી હતા. કાજોલ જ્યારે નાની હતી ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા 

કાજોલની એક નાની બહેન તનિષા મુખર્જી છે, જે બોલિવૂડમાં સક્રિય છે. જો કે, તે કાજોલની જેમ સફળ ન થઈ શકી અને થોડી ફિલ્મો પછી જ બોલિવૂડથી દૂર થઈ ગઈ 

કાજોલના પિતા શોમુ મુખર્જી શશધર મુખર્જી અને સતી રાની દેવીના સૌથી નાના સંતાન હતા.શશધર મુખર્જીને 4 પુત્રો રોનો મુખર્જી, જોય મુખર્જી, દેબ મુખર્જી અને શોમુ મુખર્જી (કાજોલના પિતા) હતા. 

કાજોલની કઝીન શરબાની મુખર્જી બોલીવુડ અભિનેત્રી રહી ચુકી છે.ડિરેક્ટર અયાન મુખર્જી પણ કાજોલનો  પિતરાઈ ભાઈ છે. અભિનેત્રી રાની મુખર્જી પણ કાજોલની કઝીન છે 

કાજોલની નાની શોભના સમર્થ મરાઠી અને હિન્દી ફિલ્મોની અભિનેત્રી હતી. શોભનાની પુત્રીઓ તનુજા (કાજોલની માતા) અને નૂતન (કાજોલની માસી) હિન્દી ફિલ્મોમાં જાણીતી અભિનેત્રી રહી છે 

અભિનેતા મોહનીશ બહેલ કાજોલની માસી નૂતન નો પુત્ર છે. કાજોલે બોલિવૂડ એક્ટર અજય દેવગન સાથે લગ્ન કર્યા છે. અજયના પિતા હિન્દી ફિલ્મોના સ્ટંટ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને માતા વીણા દેવગન ફિલ્મ નિર્માતા છે