બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી કાજોલને લોકો ખૂબ પસંદ કરે છે. અભિનેત્રી તેની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે.

કાજોલ પોતાની ઓલરાઉન્ડ સ્ટાઈલથી લોકોના દિલ જીતી લે છે, પરંતુ આ વખતે અભિનેત્રી ટ્રોલર્સ ના નિશાના પર આવી છે.  

બોલિવૂડ અભિનેત્રી કાજોલ હાલમાં જ OTT એવોર્ડ શોમાં પહોંચી હતી. લોકોને ન તો તેની સ્ટાઈલ પસંદ આવી કે ન તો તેની ડ્રેસિંગ સેન્સ. 

આ ઈવેન્ટ દરમિયાન કાજોલ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. કાજોલની આ તસવીર આવતા જ વાયરલ થઈ ગઈ હતી.

આ બ્લેક ડ્રેસ ખુબજ ટાઈટ હતો. આ સાથે તેણે વાળમાં એક્સટેન્શન પણ લગાવ્યું હતું.

આ ઈવેન્ટ દરમિયાન કાજોલ તેના ભત્રીજા અમન દેવગન સાથે પણ જોવા મળી હતી. 

અભિનેત્રી ભલે બોલ્ડ લુકમાં સુંદર દેખાતી હતી, પરંતુ તે તેના કરતા વધુ અસહજ દેખાતી હતી.

કાજોલને તેના ચુસ્ત ડ્રેસને કારણે ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. જેના કારણે તે ટ્રોલ થઇ રહી છે.