બોલિવૂડના કપલ અજય દેવગન અને કાજોલે તેમના ઘરે દિવાળી પાર્ટી નું આયોજન કર્યું હતું 

કાજોલે તેની દિવાળી પાર્ટી ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.  

આ પાર્ટીમાં અજય દેવગન અને કાજોલ નો પરિવાર તેમજ નજીક ના મિત્રો એ હાજરી આપી હતી  

આ પાર્ટીમાં કાજોલ લાલ સાડીમાં અદભૂત દેખાતી હતી, તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને તેની સાથે મિનિમલ મેકઅપ લુક રાખ્યો હતો.

જ્યારે અજય દેવગણે આ પાર્ટી માટે નીલા રંગ નો કુર્તો પસંદ કર્યો હતો. આ પાર્ટી માં દેવગણ પુરુષો મેચિંગ નીલા કુર્તા અને સફેદ પેન્ટમાં જોવા મળ્યા હતા. 

કાજોલે તેની સાસુ વિના દેવગણ સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો  

કાજોલે તેની માતા અને બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી તનુજા સાથે પણ ફોટો ક્લિક કરાવ્યો હતો 

અજય દેવગણ અને કજોલ ની પાર્ટી માં તેમની પુત્રી નિસા દેવગણ જોવા નહોતી મળી