બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેના નવા ફોટોશૂટને લઈને ઘણી ચર્ચામાં છે. અભિનેત્રીએ તેની નવી તસવીરો માટે રોયલ લુક કેરી કર્યો છે 

કંગના રનૌતે માથાના મુગટ સાથે લહેંગા ચોલી પહેરી હતી અને રોયલ બેકગ્રાઉન્ડ થીમ સાથે પોઝ આપ્યો હતો 

જૂની રાણીઓની જેમ પોશાક પહેરેલી કંગના પણ ખુરશી પર બેસીને પોઝ આપતી જોવા મળી હતી. કંગના નો  આ ફોટો રોયલ પેઈન્ટિંગ જેવો લાગે છે 

પોસ્ટ શેર કરતા, કંગના રનૌતે લખ્યું, "તમે તમારા સપના પસંદ નથી કરતા... તેઓ તમને પસંદ કરે છે... વિશ્વાસ કરો અને પ્રયાસ કરો." 

તેના શાહી ફોટોશૂટને અપલોડ કર્યાના એક કલાકની અંદર, કંગનાની પોસ્ટને 80 હજારથી વધુ લાઇક્સ મળી. જો કે આ આંકડો હવે લાખોમાં પહોંચી ગયો છે 

કંગનાએ ફરી એકવાર ડાયરેક્શન ની બાગડોર સંભાળી છે. તે તેના દિગ્દર્શિત ફિલ્મ 'ઇમરજન્સી'માં જોવા મળશે. 

આ ફિલ્મ માં કંગના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે 

ઈમરજન્સી પછી કંગના હોરર-કોમેડી ચંદ્રમુખી 2માં જોવા મળશે. અભિનેત્રીની પાઇપલાઇનમાં એક્શન તેજસ પણ છે