કરિશ્મા એ 16 વર્ષની ઉંમરે તેણે પરિવારની વિરુદ્ધ જઈને અભિનેત્રી બનવાનું નક્કી કર્યું. માતા બબીતાનો સપોર્ટ મળ્યા બાદ કરિશ્માએ 1991માં ફિલ્મ 'પ્રેમ કૈદી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
અભિનેત્રીએ તેની કારકિર્દીમાં 50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં 'રાજા બાબુ', 'દિલ તો પાગલ હૈ', 'હીરો નંબર 1', 'રાજા હિન્દુસ્તાની', નો સમાવેશ થાય છે
કરિશ્મા ભલે આજે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે કરોડોની કમાણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર, કરિશ્મા કપૂર દર વર્ષે ઘણા પ્રોજેક્ટ્સ અને બિઝનેસમાંથી કરોડોની કમાણી કરે છે
તે Babyoye કંપનીની શેરહોલ્ડર છે અને ઘણી ચેરિટી સંસ્થાઓ સાથે કામ કરે છે. કરિશ્મા ટીવી શો, મોડલિંગ અને જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે
કામ સિવાય કરિશ્મા પોતાની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહી હતી. તેના પૂર્વ પતિ સંજય કપૂરથી છૂટાછેડા ઘણા વિવાદોમાં રહ્યા હતા